J&K: આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર ભેળવવાનું રચી રહ્યાં છે ષડયંત્ર
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો વિરુદ્ધ નવા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો વિરુદ્ધ નવા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર (Poison) ભેળવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓના વિશ્વસનીય સૂત્રો પાસેથી એવી માહિતી મળતા જ સેના સતર્ક થઈ ગઈ છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સેના અને કેન્દ્રીય સુરક્ષાદળો (Security Forces) ને અલર્ટ કર્યા છે. નોંધનીય છે કે ગત વર્ષ પાંચ ઓગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને ખતમ કરી દીધી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યાં. ત્યારબાદથી જ સુરક્ષા એજન્સીઓની નજર આતંકી ગતિવિધિઓ પર છે. આ બધા વચ્ચે ફ્રી કાશ્મીરની માગણી સાથે વિવાદિત પોસ્ટર પણ આમે આવી રહ્યાં છે.
JNU હિંસા: મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી રાજકીય ભૂકંપ, ફડણવીસે CM ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ
આ જ પ્રકારે જેએનયુમાં રવિવારે હિંસા બાદ દેશના વિભિન્ન વિસ્તારોમાં પ્રદર્શન વચ્ચે મુંબઈ સ્થિત ગેટવે ઓફ ઈન્ડિયામાં પણ ફ્રી કાશ્મીરનું પોસ્ટર જોવા મળ્યું. ત્યારબાદ પોલીસે આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાને જોતા પ્રદર્શનકારીઓને આઝાદ મેદાન શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાય છે કે પહેલા પોલીસે પ્રદર્શનકારીઓને અપીલ કરી કે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ખાલી કરી નાખો પરંતુ પ્રદર્શનકારીઓ ન માન્યા અને તેમણે મુંબઈ પોલીસ વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી હતી.
JNU હિંસાની વિરુદ્ધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર
અત્રે જણાવવાનું કે જેએનયુ હિંસા બાદથી મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓ, ફિલ્મી જગતની હસ્તીઓ અને અનેક લોકો પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ગત રાતે ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં મહિલા હાથમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર લઈને જોવા મળી હતી. ફ્રી કાશ્મીરનો અર્થ છે કાશ્મીરને આઝાદ કરો.
જુઓ LIVE TV
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 8મી ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે રાતે થયેલી હિંસામાં 25 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. જેએનયુ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ હિંસાને અંજામ આપ્યો છે. જ્યારે એબીવીપીએ લેફ્ટ વિંગ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં જેએનયુ પરિસરમાં રવિવારે કેટલાક નકાબપોશ લોકોએ ઘૂસીને વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને તોડફોડ કરી. નકાબપોશ લાકડીના ડંડા અને લોખંડના રોડ સાથે લેસ હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube